Posts

વાંસદામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવીન અધ્યાય: માર્ગ અને પુલનું ખાતમુહૂર્ત

Image
    વાંસદામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવીન અધ્યાય: માર્ગ અને પુલનું ખાતમુહૂર્ત વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. વિકાસ એ દેશની પ્રગતિ માટેનું મજબૂત આધાર છે. આજની ઘડીમાં, વાંસદા વિધાનસભાના ખાંભલા ગામમાં ૨૪ રસ્તા અને ૨ પુલના વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનો કુલ ખર્ચ રૂ. ૪૦૯૩.૬૦ લાખ છે. આ પ્રોજેક્ટ વાંસદા તાલુકાના ૧૩ ગામોના ૨૮,૮૨૭ જેટલા ગ્રામજનોના જીવનમાં સુખાકારી લાવશે. વિસ્તૃત વિકાસનો વિશ્વાસ  આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં જલદી અને આરામદાયક પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. ૪૪.૦૯ કિમીના આ રસ્તાઓ ત્યાના પરિવહન વ્યવસ્થાને સુધારશે અને રોજિંદી જીવનમાં સવલત લાવશે. ગ્રામજનોને થનારા લાભ સુવિધાજનક પરિવહન: નવી સડકો અને પુલના નિર્માણથી લોકોને શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે. આર્થિક વિકાસ: ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાય અને રોજગારીના નવા રસ્તાઓ ખૂલે તેવા શક્યતા વધશે. શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓમાં સુધારો: વિદ્યાર્થીઓ અને દર્દીઓ હવે અનુકૂળ પરિવહનથી જલદી શહેર સુધી પહોંચી શકશે. વિકાસના નવા સોપાન આ કદમ વડાપ્રધાન અને રાજ્ય સરકારના વિઝન સાથે સંકળાય...

ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.

Image
  ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને  પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

વાંસદાના મહુવાસ ખાતે વલસાડ ડાંગના સાંસદના હસ્તે જોહાર રેસ્ટોરેન્ટનું ઉદ્દઘાટન

Image
 વાંસદાના મહુવાસ ખાતે વલસાડ ડાંગના સાંસદના હસ્તે જોહાર રેસ્ટોરેન્ટનું ઉદ્દઘાટન

ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.

Image
   ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ. તારીખ 08-11-2 024નાં  દિને ધરમપુર તાલુકાના ઓઝર ગામ ખાતે નવા પ્રાથમિક શાળા મકાન અને પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ઓઝર ગામના સરપંચ, સરપંચ સંધના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત

Image
વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત આજે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પવિત્ર જલારામ જયંતિના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા વિસ્તારના શ્રી જલારામ સેવા મંડળ, બામટી ગામ અને પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ, ફલધરા ખાતે પુ. જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યાં. શ્રી જલારામ સેવા મંડળ બામટી અને જલારામ ધામ ફલધરા ટ્રસ્ટ દ્વારા માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનું તથા ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધરમપુર વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જલારામ ધામના સંચાલક શ્રી ફુલસિંગભાઈ, સરપંચ સંધના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો.

Image
 રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો. નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો અવસર - આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે. -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે -આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર - નવસારી, તા.08: આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી,  ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્લ...