માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.

 માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.


 નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યના માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આન, બાન અને શાન સાથે યોજાઈ. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મંત્રીશ્રીએ સંબોધનમાં જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કરવાનો પાવન અવસર છે. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા સરકાર, સમાજ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું.


મંત્રીશ્રીએ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે આત્મનિર્ભરતા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવ્યું તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સુશાસન અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું હોવાનું ઉમેર્યું.


આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓના દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લોઝ અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ યોજાઈ. અંતે વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમને અર્પણ કરવામાં આવ્યો.


આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈ, માનનીય વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, માનનીય નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી. ઝાલા  સાહેબ તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


























Comments

Popular posts from this blog

જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.