જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.
જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ. જાનકી વન, ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામમાં આવેલું છે. આ ખાસ વન પ્રદેશ ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા સંચાલિત છે અને પર્યાવરણ સુરક્ષા, વન્ય સંપત્તિનો જતન, પર્યટન સ્થળ અને ઔષધિ વનસ્પતિના ઉછેર માટે સ્થાપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 66માં રાજ્ય વન મહોત્સવના ભાગરૂપે, 2 ઓગસ્ટ 2015ના રોજ, આ વનનો લોકાર્પણ કર્યો હતું. જાનકી વન 15.66 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને રાજ્યના 12માં સાંસ્કૃતિક વન તરીકે ઓળખાય છે. ચીખલી-સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર, ઉનાઈ રોડના ત્રિભેટે આવેલું આ વન પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે, જેમાં જાતજાતની જંગલી વનસ્પતિઓ, માહિતી કેન્દ્ર, આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા, અને ટ્રાયબલ હટ જેવા આકર્ષણો ઉપલબ્ધ છે. જાનકી વન માત્ર વનસ્પતિ જાળવણી માટે નહિ, પરંતુ પર્યાવરણની સંભાળ, જંગલી જીવન સંરક્ષણ અને પર્યટનના પ્રોત્સાહન માટે અનોખું સ્થળ છે. આ વનમાં પર્યટકો માટે અનેક સુવિધાઓ છે, જે તેમને કુદરતી સૌંદર્ય સાથે જોડાવા અને શિક્ષણ મેળવનામાં મદદ કરે છે. અહીં કેટલીક વધુ વિશેષતાઓ છે: ...

Comments
Post a Comment