વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત

વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત


આજે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પવિત્ર જલારામ જયંતિના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા વિસ્તારના શ્રી જલારામ સેવા મંડળ, બામટી ગામ અને પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ, ફલધરા ખાતે પુ. જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યાં.

શ્રી જલારામ સેવા મંડળ બામટી અને જલારામ ધામ ફલધરા ટ્રસ્ટ દ્વારા માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનું તથા ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધરમપુર વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જલારામ ધામના સંચાલક શ્રી ફુલસિંગભાઈ, સરપંચ સંધના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.


Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ

જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.