Posts

Showing posts from January, 2026

આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી.

Image
આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આરોગ્ય...

માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.

Image
 માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.  નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યના માનનીય નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આન, બાન અને શાન સાથે યોજાઈ. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મંત્રીશ્રીએ સંબોધનમાં જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કરવાનો પાવન અવસર છે. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા સરકાર, સમાજ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. મંત્રીશ્રીએ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે આત્મનિર્ભરતા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવ્યું તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સુશાસન અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું હોવાનું ઉમેર્યું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓના દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લોઝ અને શિસ્તબદ...