વાંસદા : આદિવાસી પ્રીમિયર લીગનું સફળ સમાપન

વાંસદા : આદિવાસી પ્રીમિયર લીગનું સફળ સમાપન

નવી સાલ અને નવા ઉત્સાહ સાથે, વાંસદા વિધાનસભાના કાટસવેલ ગામ ખાતે બિરસા મુંડા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત સીલેક્ટેડ  આદિવાસી ખેલાડીઓ વચ્ચે રમાયેલી આદિવાસી પ્રીમિયર લીગનો સમાપન પ્રસંગ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને તેમના ઉત્સાહ અને મહેનત માટે અભિનંદન આપવામાં આવ્યા. વિજેતા ટીમને ખાસ પ્રોત્સાહીત કરવામાં આવી અને તેમને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.

ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, "યુવાનોમાં ખેલકૂદ પ્રત્યેનો ઉત્સાહ અને સક્રિયતાનો વિકાસ કરવો જરૂરી છે. આ પ્રકારની સ્પર્ધાઓથી યુવાઓમાં ટેલેન્ટ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે."

આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓ  અને સમર્થકોને પણ અભિનંદન આપવામાં આવ્યા, જેમણે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મહેનત કરી.







Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ