Vansda: વાંસદામાં સંગીતકાર જયકિશનની જન્મજયંતી ઉજવાઈ

Vansda: વાંસદામાં સંગીતકાર જયકિશનની જન્મજયંતી ઉજવાઈ


દેશમાં સંગીતકારો પૈકી માત્ર સ્વ. જયકિશન પાંચાલની જ પૂર્ણ કદની પ્રતિમા વાંસદામાં છે.

વાંસદા ગાંધી મેદાન ખાતે વાંસદાના સુપ્રસિદ્ધ મહાન સંગીતકાર સ્વ.જયકિશનની ૯૫મી જન્મ જયંતીની તેમની પૂર્ણ કદની પ્રતિમાં પાસે ઉજવણી ગામના આગેવાનો તથા રાજવી પરિવારની ઉપસ્થિતિમાં તેમના ગીતો ગાઈ તેમને યાદ કરીને કરવામાં આવી હતી.

જેમાં રાજવી પરિવારના નાના બાપુ અમેન્દ્રસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રધુમ્નસિંહ સોલંકી, નટુભાઈ પાંચાલ, મહેન્દ્રસિંહ મેટ્રોવિજન, અનંતપાલસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર પૂર્વ આચાર્ય પ્રતાપ હાઇસ્કુલ તથા જયકિશન મ્યુઝિકલ ટ્રસ્ટના હરદીપ સગર, મહેશ પટેલ, પ્રીતિબેન, મિત્તલ ગરાસિયાની ઉપસ્થિતિમાં પુષ્પગુચ્છ અર્પણ કરી એહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હે દોસ્તો, જીંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના જેવા ગીતો ગાઈ તેમને યાદ કર્યા હતાં. 

સ્વ. જયકિશન ડાયાભાઈ પાંચાલનો જન્મ તારીખ ૪/૧૧/૧૯૨૯ ના રોજ થયો હતો અને ૧૨/૦૯/ ૧૦૭૧ ના રોજ ૪૨ વર્ષની વયે તેમનું અવસાન થયુ હતું. 

આ મહાન સંગીતકાર સ્વ. જયકિશન પૂર્ણ કદની પ્રતિમાનું આખા ભારતમાં માત્ર વાંસદામાં સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી સુરતના હીરા ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ એલ. ધોળકિયાની અધ્યક્ષતામાં સંગીતકાર આણંદજીભાઈએ તારીખ ૨૧/૦૫/૨૦૦૬ માં અનાવરણ કરાયું હતું.

શંકર જયકિશન નામ હેઠળ કુલ ૧૭૪ ફિલ્મોમાં સંગીત નિદર્શન

શંકર જયકિશન નામ હેઠળ કુલ ૧૭૪ ફિલ્મોમાં સંગીત નિર્દેશન કર્યું હતું. જેમાં શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ફિલ્મફેર એવોર્ડ ૧૯૫૬ માં ફિલ્મ ચોરી ચોરી, ૧૯૫૯ માં અનાડી, ૧૯૬૦ માં દિલ આપના ઓર પ્રીત પરાઈ, ૧૯૬૨માં પ્રોફેસર, ૧૯૬૬માં સૂરજ, ૧૯૬૮માં બ્રહ્મચારી, ૧૯૭૦માં પહેચાન, ૧૯૭૧માં મેરા નામ જોકર, ૧૯૭૨માં બેઈમાન અને ૧૯૬૮ માં ભારત સરકાર દ્વારા પધમશ્રી એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વાંસદામાં અને મુંબઈમાં સંગીતનો અભ્યાસ કર્યો હતો.

વાંસદા પ્રતાપ સિલ્વર જ્યુબીલી ગાયનશાલામાં વાડીલાલ સંગીત વિશારદ અને પ્રેમ શંકર નાયક પાસે સંગીતનો અભ્યાસ અને મુંબઈમાં દેવધર સંગીતશાળામાં વિનાયક રાવ ટેમ્બે પાસે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી ૧૯૪૦માં વાંસદાથી મુંબઈ જઇને શંકરજી સાથે પૃથ્વી થિયેટરમાં હાર્મોનિયમની નોકરી સ્વીકારી હતી.

૧૯૪૯માં બરસાતથી કારકિર્દી આરંભી હતી

મુંબઈના ઉદ્યોગપતિ મરીવાલની પુત્રી કુ. પલ્લવી સાથે તા.૩૧/૦૮/૧૯૬૩ના રોજ લગ્ન કર્યા હતા. તેમના બે પુત્રો ચૈતન્ય અને યોગેશ તથા એક પુત્રી ભેરવી છે. ફિલ્મ જગતમા રાજકપુરની ૧૯૪૯માં રજુ થયેલ ફિલ્મ બરસાતમાં શંકર જયકિશન નામથી ફિલ્મ સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ