Vansda: વાંસદામાં સંગીતકાર જયકિશનની જન્મજયંતી ઉજવાઈ
Vansda: વાંસદામાં સંગીતકાર જયકિશનની જન્મજયંતી ઉજવાઈ દેશમાં સંગીતકારો પૈકી માત્ર સ્વ. જયકિશન પાંચાલની જ પૂર્ણ કદની પ્રતિમા વાંસદામાં છે. વાંસદા ગાંધી મેદાન ખાતે વાંસદાના સુપ્રસિદ્ધ મહાન સંગીતકાર સ્વ.જયકિશનની ૯૫મી જન્મ જયંતીની તેમની પૂર્ણ કદની પ્રતિમાં પાસે ઉજવણી ગામના આગેવાનો તથા રાજવી પરિવારની ઉપસ્થિતિમાં તેમના ગીતો ગાઈ તેમને યાદ કરીને કરવામાં આવી હતી. જેમાં રાજવી પરિવારના નાના બાપુ અમેન્દ્રસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રધુમ્નસિંહ સોલંકી, નટુભાઈ પાંચાલ, મહેન્દ્રસિંહ મેટ્રોવિજન, અનંતપાલસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર પૂર્વ આચાર્ય પ્રતાપ હાઇસ્કુલ તથા જયકિશન મ્યુઝિકલ ટ્રસ્ટના હરદીપ સગર, મહેશ પટેલ, પ્રીતિબેન, મિત્તલ ગરાસિયાની ઉપસ્થિતિમાં પુષ્પગુચ્છ અર્પણ કરી એહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હે દોસ્તો, જીંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના જેવા ગીતો ગાઈ તેમને યાદ કર્યા હતાં. સ્વ. જયકિશન ડાયાભાઈ પાંચાલનો જન્મ તારીખ ૪/૧૧/૧૯૨૯ ના રોજ થયો હતો અને ૧૨/૦૯/ ૧૦૭૧ ના રોજ ૪૨ વર્ષની વયે તેમનું અવસાન થયુ હતું. આ મહાન સંગીતકાર સ્વ. જયકિ...